રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ભાવનગરના ગરીયાધારમાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે વરસાદ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળીયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે
છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.64 ઇંચ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.30 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગોંડલ અને જૂનાગઢમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ છવાયો છે.
હવામાન વિભાગે 10 જિલ્લામાં ઓરેન્જ તો 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025