ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે વરસાદ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળીયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે વરસાદ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળીયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે
ગુજરાતમાં ચોમાસું નવસારીથી આગળ વધતાની સાથે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે વરસાદ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળીયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારથી 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ નોંધાયો છે
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળિયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.છેલ્લા 24 કલાકમાં આ સાથે સંખેડામાં 2 ઈંચ, ડાંગના સુબિર અને ગીર સોમનાથના તલાલામાં 2.56 ઇંચ, કચ્છના મુંદ્રા, જુનાગઢ, જુનાગઢ શહેર, વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
આ સાથે છેલ્લા 24 કલાકમાં બારડોલી, મહુવા, વાપી, લાઠી, કોટડા સંઘાણી, કવાંટ, જેતપુર પાવી, ચુડા, પઘારી, માણિયા હાટીના, નેત્રંગ, સુરતના માંગરોલ, બોડેલી, વાલિયા, ટંકારા, સાંવરકુંડલા, લોધિકા અને પાલિતાણામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારથી 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે છોટાઉદેપુરના સંખેડામાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે પંચમહાલના હાલોલ, વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે બોડેલી, વડોદરા, તિલકવાડા, રાજકોટ, વાઘોડિયા, નાંદોદ, નેત્રંગ, ડભોઈ, જાંબુઘોડા. ખેડબ્રહ્મામાં 15 એમએમથી વધારે વરસાદ નોંધાયો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0