નાનામવા વિસ્તારમાં ગેરકાયદેસર રીત બનાવાયેલ ટીઆરપી ગેમઝોનમાં ભભુકેલી આગમાં 27 લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. આ અતિ કરૂણ ઘટનાનો આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે
રાજકોટમાં ગત તા.25 મેના રોજ નાનામવા વિસ્તારમાં ગેરકાયદેસર રીત બનાવાયેલ ટીઆરપી ગેમઝોનમાં ભભુકેલી આગમાં 27 લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. આ અતિ કરૂણ ઘટનાનો આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે. તમામ વેપાર ધંધા બંધ રાખવા કોંગ્રેસે વેપારીઓને અપીલ કરી છે.
આ બંધના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાશે અને જો કોઈ જગ્યાએ બંધને સમર્થન નહિ હોય તો તે જગ્યાએ હાથ જોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાળવા માંગ કરવામાં આવી રહી છે. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે. જ્યારે NSUI અને યુખ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી રહી છે
રાજકોટમાં 27 લોકોના ભોગ લેનારી આ ગંભીર ઘટનાથી લોકોમાં ભારે આક્રોશની લાગણી પ્રવર્તે છે અને આ ગેરકાયદે ગેમઝોન સામે આંખ મિચામણા કરનાર મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર સહીત ચાર ટોચના અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી છે. જયારે મહાનગરપાલિકાના ટીપીઓ ચીફ ફાયર ઓફીસર સહીત અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે અને હજુ ઘણા અધિકારીઓ ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે.
Comments 0