રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો.