TRP ગેમ ઝોનમાં થયેલા આગ કાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા હતા. જે બાદ સતત સ્થાનિક લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના અનેક મોટા નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
TRP ગેમ ઝોનમાં થયેલા આગ કાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા હતા. જે બાદ સતત સ્થાનિક લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના અનેક મોટા નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલા આગ કાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા હતા. જે બાદ સતત સ્થાનિક લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના અનેક મોટા નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અલગ અલગ પોસ્ટરો સાથે પહોંચ્યા હતા
TRP આગકાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા બાદ સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. જોકે તેના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતાના આરોપ સાથે કોંગ્રેસના મોટા નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, MLA જીગ્નેશ મેવાણી, NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા છે. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
આગકાંડના પીડિતો પણ આ આંદોલનમાં પહોંચ્યા છે. આગ કાંડમાં પીડિત અને હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ લઈને પહોચ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ દ્વારા બસ અને અન્ય વાહનો રોકાવીને રસ્તા પર ચક્કાજમા કર્યો છે અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા છે.
કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, SITમાં IPS અધિકારીને સમાવવા આવે. કોંગ્રેસ દ્વારા SITમાંથી સુભાષ ત્રિવેદીને દૂર કરી અન્ય IPS અધિકારીઓને સમાવવાની માંગણી કરવામાં આવી છે.
કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ કમિશનર કચેરી અંદર જવા દેવામાં ન આવતા ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસ કમિશનર કચેરીનો દરવાજો બંધ કરવામાં આવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ ગેટ કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બસ રોકીને રાજકોટના રાજમાર્ગો પર ચક્કાજામ પણ કર્યો છે.
નરેન્દ્ર સોલંકી દરવાજો કુદવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આથી, પોલીસ કમિશનર કચેરીની અંદર જવા દેવામાં ન આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. આ રેલીમાં ઋત્વિજ મકવાણા, પાલ આંબલિયા, જેનીબેન ઠૂમર, ગાયત્રીબા વાઘેલા, લાલજી દેસાઈ સહિતના અનેક નેતાઓ આ રેલીમાં જોડાયા છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0