લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા છે. પ્રી-મોનસુન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરી પહોંચ્યા હતા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા હતા કે સરકારી અધિકારીઓને અપશબ્દ બોલ્યા હતા.રોડ પર તેમણે પ્રજાના પ્રશ્નોની રજૂઆત સરકારી અધિકારી સમક્ષ કરી હતી. જેમાં ભંગારનો સામાન વેચવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું.
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર ચર્ચાનો મુદ્દો બન્યા છે, આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા છે. પ્રી-મોનસુન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરી પહોંચ્યા હતા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા હતા કે સરકારી અધિકારીઓને અપશબ્દ બોલ્યા હતા.રોડ પર તેમણે પ્રજાના પ્રશ્નોની રજૂઆત સરકારી અધિકારી સમક્ષ કરી હતી. જેમાં ભંગારનો સામાન વેચવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, લાડાણી તાજેતરમાં પેટા ચૂંટણી જીત્યા છે.
લાડાણીએ રસ્તા પર જ જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. અહીં તેઓ એક સરકારી અધિકારીને પોતાની રજૂઆત કરી રહ્યા હતા અને સરકારી કર્મચારીઓ મિલિભગતથી કામ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમણે મામલતદારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
લાડાણીએ જાહેરમાં જ સરકારી કર્મચારીને કેટલાક સવાલો પૂછીને ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ સામે આંગળી ચિંધી હતી. જેમાં તેમણે પસ્તી, લોખંડ અને તાંબાનો ભંગાર માત્ર 5 રૂપિયામાં વેચી દઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે. આ સાથે તેમણે સરકારી અધિકારીને કેટલાક બીલો ભરવાના બાકી છે તે અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા
માણાવદરના ધારાસભ્ય જ્યારે અધિકારી સામે આંગળી ચિંધીને રજૂઆત કરવા પહોંચ્યા હતા તે દરમિયાન તેમની સાથે કેટલાક નાગરિકો પણ રહ્યા હતા. તેમણે રસ્તા પર બેસીને સરકારી કર્મચારીઓ દ્વારા થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને કાગળ-પેલ લઈને કેટલાક મુદ્દાઓ પણ ટાંકતા જોવા મળ્યા હતા.
Comments 0