લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા છે. પ્રી-મોનસુન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરી પહોંચ્યા હતા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા હતા કે સરકારી અધિકારીઓને અપશબ્દ બોલ્યા હતા.રોડ પર તેમણે પ્રજાના પ્રશ્નોની રજૂઆત સરકારી અધિકારી સમક્ષ કરી હતી. જેમાં ભંગારનો સામાન વેચવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા હતા. ત્યારે પ્રાચીમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા છે એમને મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે ક ન કરે હુ મુકવાનો નથી.
તાલાલાના ગુંદરણ ગીર ગામ પાસે કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારે ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ કાર ડિવાઈડર તોડી પલ્ટી મારી ખાડામાં ખાબકી હતી
જુનાગઢના માંગરોળમાં એક બોટ પરત ફરતી વખતે બોટનું એન્જિન બંધ થતા બોટ પલટાઈ હતી. બોટમાં ૮ ખલાસીઓ સવાર હતા. બોટમાં સવાર ૮ ખલાસીઓ પૈકી ૩નો બચાવ થયો છે
જૂનાગઢ-વેરાવળ હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક કારમાં આગ લાગી હતી. કાર સળગતા ગેસનો બાટલો ફાટ્યો હતો, જેના કારણે રોડની સાઇડમાં રહેલાં એક ઝુપડામાં પણ આગ લાગી ગઇ હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025