લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા હતા. ત્યારે પ્રાચીમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, 5 વર્ષ મને જે નડ્યા છે એમને મુકવાનો નથી. ભાજપ હિસાબ કરે ક ન કરે હુ મુકવાનો નથી.