રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા જાડેજાનું પુત્રનાં વિયોગમાં મોત થયું છે. વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. નોકરીનો પ્રથમ દિવસ હતો અને આગ લાગતા તેઓનું મોત થયું હતું. પુત્ર બાદ પિતાનાં મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.