પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. બરડા પંથકમાં ભારે વરસાદથી ભારવાડા ગામનાં વાડી વિસ્તારમાંથી 7 લોકોનું ફાયર બ્રિગ્રેડ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું.