મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ભારે વરસાદ વરસતા સમગ્ર મુંબઇ શહેર પાણીમાં ડુબ્યુ છે. અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. બરડા પંથકમાં ભારે વરસાદથી ભારવાડા ગામનાં વાડી વિસ્તારમાંથી 7 લોકોનું ફાયર બ્રિગ્રેડ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર વચ્ચે પોરબંદરમાં આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે. વાસ્તવમાં છેલ્લા 2 દિવસમાં પોરબંદરમાં આવેલ ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વિગતો મુજબ પોરબંદર જિલ્લામાં 554 લોકોનું ભારે વરસાદના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે
મુંબઈમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં રવિવારે સતત ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ઘણી જગ્યાએ લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે
સતત વરસાદના કારણે રસ્તાઓ, રેલવે ટ્રેક અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025