ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર વચ્ચે પોરબંદરમાં આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે. વાસ્તવમાં છેલ્લા 2 દિવસમાં પોરબંદરમાં આવેલ ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વિગતો મુજબ પોરબંદર જિલ્લામાં 554 લોકોનું ભારે વરસાદના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે
ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર વચ્ચે પોરબંદરમાં આ વખતે સારો એવો વરસાદ વરસ્યો છે. વાસ્તવમાં છેલ્લા 2 દિવસમાં પોરબંદરમાં આવેલ ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વિગતો મુજબ પોરબંદર જિલ્લામાં 554 લોકોનું ભારે વરસાદના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે પ્રાથમિક શાળા સહિતના શેલ્ટર હાઉસમાં ભોજનની પણ વ્યવસ્થા કરવામા આવી છે.
ભારે વરસાદના કારણે 554 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ તરફ વરસાદની આગાહી અને આજના વરસાદથી ઉપરવાસથી આવી રહેલા પાણીના પગલે પોરબંદર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં સલામતીના ભાગરુપે કામગીરી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં 36 કલાકમાં 26 ઇંચ વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
પોરબંદરમાં પૂરના પાણી હજુ પણ નથી ઓસર્યા, શહેરમાં અનેક જગ્યાએ હજુ પણ પાણી ભરાયેલા છે. પાણીના કારણે પોરબંદરના ઓલવેધર પોર્ટમાં જવાનો રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા પાણીના નિકાલ માટે રસ્તો તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી. રસ્તા પર પાણી ભરાતા સુભાષનગર જવાના રસ્તા બંધ થયા.
Comments 0