સતત વરસાદના કારણે રસ્તાઓ, રેલવે ટ્રેક અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સતત વરસાદના કારણે રસ્તાઓ, રેલવે ટ્રેક અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં અવિરત વરસાદે તબાહી મચાવી છે. મુંબઈ, પુણે, પાલઘર અને અન્ય ઘણા સ્થળોએ સ્થિતિ ખુબ જ ખરાબ ગઈ છે. રાજ્યની રાજધાનીમાં જાહેર પરિવહન સેવાઓને નોંધપાત્ર અસર થઈ છે. સતત વરસાદના કારણે રસ્તાઓ, રેલવે ટ્રેક અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કેટલીક જગ્યાએ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
આ સાથે પુણેમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે અને રસ્તાઓ પર પાણીઓ પર ભરાયા છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે. લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ્યા છે, પુણે ફાયર વિભાગે લોકોને બચાવવા માટેની કામગીરીમાં લાગ્યું છે. સાથે જ મુંબઈના અંધેરીમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે અહીંનો સબવે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી અને જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમને બચાવ અને રાહત પ્રયાસો માટે સતર્ક રહેવા નિર્દેશ આપ્યો. તેમણે નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને ભારે વરસાદને કારણે કટોકટીની સ્થિતિમાં સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0