મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ભારે વરસાદ વરસતા સમગ્ર મુંબઇ શહેર પાણીમાં ડુબ્યુ છે. અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ભારે વરસાદ વરસતા સમગ્ર મુંબઇ શહેર પાણીમાં ડુબ્યુ છે. અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ અપાયુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન BMCએ વરસાદને કારણે બાળકો માટે સ્કૂલમાંથી રજા જાહેર કરી છે. ચોમાસાની શરુઆત સાથે મુંબઈમાં મેઘરાજા વરસી પડ્યા છે. સમગ્ર શહેરમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના થાણે અને પાલઘરમાં ગઈકાલે ભારે વરસાદ બાદ હવે મુંબઈમાં પણ વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં કિંગ સર્કલ, અંધેરી સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની ઉપનગરીય સેવાઓ પ્રભાવિત થઈ છે. સાયન,ભાંડુપ અને નાહુર સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. પાટા ઉપર વરસાદનું પાણી ભરાતા ટ્રેનો લગભગ એક કલાક માટે રોકી દેવામાં આવી હતી
મુંબઇના અનેક વિસ્તારોમાં ઘૂંટસમા પાણી ભરાઈ ગયા છે.શાળા-કોલેજોની આસપાસ પણ જલ ભરાવ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે, મુંબઈ તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8મીથી 10મી જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદની શક્યતા છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નાગરિકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને અધિકારીઓ દ્વારા રાહત અને બચાવની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Comments 0