પી.એમ.મોદીએ ઉદ્ઘાટન કરેલા બ્રિજમાં પણ ગાબડાં પડતા ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી
પી.એમ.મોદીએ ઉદ્ઘાટન કરેલા બ્રિજમાં પણ ગાબડાં પડતા ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી
દેવભુમિ દ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેકટ એવા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં 950 કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન બ્રિજમાં અનેક સ્થળે ગાબડા પડી ગયા હોવાની વિગતો સાથેના ફોટા વીડિયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થતાં પૂલના બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા છે. બ્રિજના જોઈન્ટ છુટા પડી ગયા છે તેમજ બ્રિજના સળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. બ્રિજની રેલીંગ પર પણ કાટ લાગી ગયો હોવાથી બાંધકામમાં ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
સુદર્શન સેતુમાં ભારે વરસાદને લીધે અનેક સ્થળે ગાબડા પડયા હોવાની વિગતો બહાર આવ્યા પછી સરકારી તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. પરંતુ ઓખાથી સુદર્શન બ્રિજ ઉપર જવા માટે ચારે બાજુ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા હોવાથી બ્રિજ ઉપર જવું મુશ્કેલ બની ગયું હતું. તેથી દ્વારકા સાઈડથી બ્રીજ ઉપર જઈને ગાબડા પુરવા માટે તંત્ર ધંધે લાગ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં જ સુદર્શન બ્રિજની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. તેથી ભ્રષ્ટાચારની વિગતો ચર્ચાસ્પદ બને તે પહેલાં તાત્કાલિક પ્રોટેકશન વોલનું કામ કરી નાખવામાં આવ્યુ હતુ. પરંતુ મેઘરાજાએ સુદર્શન બ્રિજનાં બાંધકામની પોલને આજે ઉઘાડી પાડી દેતા સુદર્શન સેતુનાં નબળા બાંધકામનો મુદ્દો સમગ્ર દ્વારકા પંથકમાં ચર્ચાસ્પદ બન્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0