PM નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ દરમિયાન PM મોદી આજે લદ્દાખના પ્રવાસે. કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, વડા પ્રધાન લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે પ્રથમ લોકાર્પણ કરશે
PM નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ દરમિયાન PM મોદી આજે લદ્દાખના પ્રવાસે. કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, વડા પ્રધાન લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે પ્રથમ લોકાર્પણ કરશે
PM નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ દરમિયાન PM મોદી આજે લદ્દાખના પ્રવાસે. કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, વડા પ્રધાન લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે પ્રથમ લોકાર્પણ કરશે. શિંકુન લા ટનલ 4.1 કિલોમીટર લાંબી હશે અને તેનું નિર્માણ નિમુ-પદુમ-દારચા રોડ પર 15,800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે.
શિંકુન લા 15590 ફૂટની ઊંચાઈએ બનેલી ચીનની ટનલને પાછળ છોડી દેશે અને વિશ્વની સૌથી ઊંચી ટનલ બની જશે. આ ટનલ પર તોપ અને મિસાઈલની પણ કોઈ અસર નહીં થાય. આ સમારોહ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર (ડૉ.) બીડી મિશ્રા (નિવૃત્ત), સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખો પણ હાજર રહેશે.
PM મોદી આજે 1999ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં લદ્દાખમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. આપણા દેશની રક્ષા કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. હું કારગિલ સમર મેમોરિયલની મુલાકાત લઈશ અને આપણા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપીશ. આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું કામ પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ લેહને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને જ્યારે પૂર્ણ થશે, ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.
શિંકુન લા ટનલ એક ટ્વીન-ટ્યુબ ડબલ લેન ટનલ હશે, જેમાં દર 500 મીટરે ક્રોસ રોડ હશે. ટનલની વિશેષતાઓમાં સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન સિસ્ટમ્સ (SCADA), મિકેનિકલ વેન્ટિલેશન, ફાયર બ્રિગેડ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.શિંકુન લા ટનલ ફક્ત આપણા સશસ્ત્ર દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ અવરજવરને સુનિશ્ચિત કરશે નહીં પરંતુ લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. આ ટનલ હિમાચલ પ્રદેશની લાહૌલ ખીણને લદ્દાખની ઝંસ્કર ખીણ સાથે જોડતી મહત્વની કડી તરીકે કામ કરશે.
શિંકુન લા ટનલ લદ્દાખને સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરીને આપણા સશસ્ત્ર દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ હિલચાલને સુનિશ્ચિત કરશે. તે હિમાચલ પ્રદેશની લાહૌલ ખીણને લદ્દાખની ઝંસ્કર ખીણ સાથે જોડતી મહત્વની કડી તરીકે કામ કરશે. તે લદ્દાખમાં વેપાર, પર્યટન અને વિકાસને વેગ આપશે, નવી તકો લાવશે અને લોકોની આજીવિકામાં પણ સુધારો કરશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0