પેરિસ ઓલમ્પિકની આજથી શરૂઆત થવા જઈ રહ્યું છે. જેની ઓપનીંગ સેરેમની પેરિસના સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, અને ભારતીય સમય અનુસાર આ સેરેમની રાત્રે 11 વાગ્યાથી જોઈ શકાશે
પેરિસ ઓલમ્પિકની આજથી શરૂઆત થવા જઈ રહ્યું છે. જેની ઓપનીંગ સેરેમની પેરિસના સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, અને ભારતીય સમય અનુસાર આ સેરેમની રાત્રે 11 વાગ્યાથી જોઈ શકાશે
પેરિસ ઓલમ્પિકની આજથી શરૂઆત થવા જઈ રહ્યું છે. જેની ઓપનીંગ સેરેમની પેરિસના સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, અને ભારતીય સમય અનુસાર આ સેરેમની રાત્રે 11 વાગ્યાથી જોઈ શકાશે. આ વખતે ભારતના ૧૧૭ એથ્લેટ્સ ભાગ લઇ રહ્યા છે.
આ સેરેમનીમાં પેરિસના ઇતિહાસ, સંસ્કૃતિ અને કલા વિશે માહિતી આપવામાં આવશે. ઓપનીંગ સેરેમનીમાં સીન નદી પર 6 કિલોમીટર લાંબી એક પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લે ઓલિમ્પિકની મશાલ પ્રગટાવીને ગેમ્સનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવશે.
પેરિસ ઓલમ્પિક ૨૦૨૪માં મહિલા તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડ દરમિયાન, ભારતીય મહિલા તીરંદાજી ટીમ ચોથા ક્રમે રહી અને ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ છે જયારે પુરુષમાં તીરંદાજી ટીમ પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. ભારતની પુરુષ ટીમ ત્રીજા સ્થાને રહી હતી.
ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત 26મી જુલાઈથી થશે, પરંતુ કેટલીક રમતો 24મી જુલાઈથી જ શરૂ થઈ હતી. આ રમતોમાં ફૂટબોલ, રગ્બી, હેન્ડબોલ અને તીરંદાજીનો સમાવેશ થાય છે.
ઓપનિંગ સેરેમની ઈવેન્ટમાં 10500 ખેલાડીઓ ભાગ લેશે. તેમના સિવાય હજારો દર્શકો અને મહેમાનો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.ઓપનિંગ સેરેમનીનો સમગ્ર કાર્યક્રમ એફિલ ટાવર અને સીન નદી ખાતે યોજાશે. ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાય છે. આ પ્રથમ વખત છે જ્યારે સ્ટેડિયમની બહાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0