શુક્રવારે વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી, જેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ આખરે આ બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ. NDRF, અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
અમરેલીમાં શુક્રવારે નાની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી, જેને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે બોરમાં પડી ગયેલી બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ. NDRF, અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કઢાયો છે.
અમરેલીના સુરાગપુરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં શુક્રવારે વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી, જેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ આખરે આ બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ. NDRF, અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
આરોહીને બોરમાંથી જીવીત બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચાલ્યું, પણ જયારે આરોહીને બહાર કાઢવામાં આવી ત્યારે હેલ્થ વિભાગના અધિકારીઓએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી દીધી. બાળકીને બચાવવા માટે સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ, NDRFની મદદ લેવાઈ હતી. જણાવી દઈએ કે દોઢ વર્ષની આરોહી નામની બાળકીને બચાવવા માટે સુરાગપુર ગામમાં વહીવટી તંત્રીની ટીમ પહોંચીને કામગીરી હાથ ધરી હતી. મેડિકલ ટીમ તેમજ ફાયર ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. 108ની ઈમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડી જવાની ઘટનાઓ વધી રહી છે.
Comments 0