T-20 વર્લ્ડકપ 2024માં સત્તત હારનો સામનો કરતી પાકિસ્તાનની ટીમ વધુ એક મુશ્કેલીમાં ફસાઈ
T-20 વર્લ્ડકપ 2024માં સત્તત હારનો સામનો કરતી પાકિસ્તાનની ટીમ વધુ એક મુશ્કેલીમાં ફસાઈ
વૈશ્વિક સ્તરે રમત જગતમાં ભાગ ભજવતી પાકિસ્તાનની ક્રિકેટ ટિમના તમામ ખેલાડીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ, પાકિસ્તાનની ટીમ પર પ્રતિબંધ મુકવાની માંગ, T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાનની ટીમ સતત મુશ્કેલીનો સામનો કરી રહી છે. તેને પ્રથમ બે મેચમાં અમેરિકા અને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેનેડા સામે પાકિસ્તાને જીત મેળવી હતી પરંતુ આ મેચમાં પણ ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. હવે પાકિસ્તાન પોતાની છેલ્લી લીગ મેચ આયર્લેન્ડ સામે રમવાની છે.
પાકિસ્તાનના એક વકીલે કોચ અને અન્ય સ્ટાફ સહિત તમામ ખેલાડીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. વકીલે સમગ્ર ટીમ પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરના એક વકીલે બાબર આઝમ અને અન્ય ખેલાડીઓ વિરુદ્ધ દેશદ્રોહની અરજી દાખલ કરી છે. તેમાં ટીમના ખેલાડીઓ અને કોચ અને અન્ય સ્ટાફના નામ પણ સામેલ છે. વકીલે સમગ્ર ટીમ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. એક અહેવાલ અનુસાર, વકીલે અરજીમાં જણાવ્યું છે કે તે અમેરિકા અને ભારત સામેની હારથી ખૂબ જ દુઃખી છે.
વકીલે કેપ્ટન બાબર આઝમની ટીમ પર દેશનું ગૌરવ દાવ પર લગાવીને છેતરપિંડીથી પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો છે. વકીલે આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી છે અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે. રિપોર્ટ અનુસાર આ પિટિશન પણ મંજૂર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ પર હવે જેલ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે પ્રથમ બે મેચમાં કારમી હારનો સામનો કરી T20 વર્લ્ડકપના કપરી શરૂઆત કરી હતી. ટેક્સાસના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને અમેરિકાએ 159 રન બનાવીને ટાઈ કરી દીધો હતો. ત્યારબાદ સુપર ઓવરમાં પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. ન્યુયોર્કમાં રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં પાકિસ્તાન ભારત સામે જીતેલી મેચ 6 રનથી હારી ગયું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0