મંદિર પરિસરમાં 50 મીટરની ત્રિજ્યા પર રિલ્સ બનાવવા પર પ્રતિબંઘ મુકાયેલ છે
મંદિર પરિસરમાં 50 મીટરની ત્રિજ્યા પર રિલ્સ બનાવવા પર પ્રતિબંઘ મુકાયેલ છે
પ્રતિ વર્ષ લખો ભક્તો કેદારનાથ મંદિર ખાતે દર્શને આવતા હોય છે, જ્યાં છેલ્લા કેટલાક સમયથી મંદિર પરિસરમાં લોકો પોતાના સોસીયલ મીડિયા ફરફતે રિલ્સ વિડીયો બનાવી પોસ્ટ કરતા હોઈ છે, એવામાં વિડીયો બનાવતા 270 લોકો અને તંબાકુનું સેવન કરતા 120 લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ મંદિરના 50 મીટરની ત્રિજયામાં મોબાઈલ કે કેમેરાથી રિલ્સ બનાવવા પર પ્રતિબંધ છે. આમછતાં ઘણા લોકો અહીં રિલ્સ બનાવી રહ્યા છે. જેથી રિલ્સ બનાવતા લોકો વિરુદ્ધ પોલીસે પગલાં લેવાની નોબત આવી છે. રિલ્સ બનાવનાર 270 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 75250 દંડ સ્થળ પર વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેદારનાથ જતા માર્ગ પર તંબાકુનું સેવન કરનાર 120 લોકો સામે કાર્યવાહીના ભાગરૂપે 15200નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
નવા નિયમો મુજબ જો કોઈ ભક્ત મંદિર પરિસરમાં રિલ્સ બનાવતા પકડાશે તે તેની સામે દંડની કાર્યવાહી કરાઈ રહી છે. મંદિર પરિસરમાં અત્યાર સુધી કુલ 270 લોકો સામે દંડ વસૂલવામાં આવ્યો છે. જેનાથી 75250 રૂપિયા વસૂલાયા છે. પોલીસ દારુડિયા, ગંજેડી અને મોબાઈલમાં રિલ્સ બનાવતા લોકોને શોધી રહી છે, પોલીસની ટીમ ચારેબાજુ સર્ચ અભિયાન ચલાવી રહી છે. પગપાળા પડાવ અને પદયાત્રા માર્ગ પર ગેરકાયદે દારૂ વેચનાર 31 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે 38 આરોપીઓને પકડીને સીધા જેલભેગા કરી દેવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધી પાંચ લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓપરેશન હેઠળ રીલ્સ બનાવનાર, નશો અને તંબાકુનું સેવન કરનારની સાથે પોલીસ તરફથી દારૂ વેચતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0