પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2ના વિનર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફરી એકવાર યુટ્યુબર વિવાદોમાં ફસાયો છે. હવે એલ્વિશ યાદવ વિરુદ્ધ વારાણસીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

એલ્વિશ યાદવ પર કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં તસવીરો ક્લિક કરવાનો આરોપ છે. આવી સ્થિતિમાં વારાણસીના ડેપ્યુટી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. વારાણસીની સેશન્સ કોર્ટમાં પત્ર દ્વારા એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ કરી છે.
'સોશિયલ મીડિયા અને અન્ય માહિતી પ્રસારણ દ્વારા, માહિતી મળી કે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા પછી, એલ્વિશ યાદવે મંદિરમાં એક તસવીર લીધી, જેના કારણે મંદિર પ્રશાસન અને જિલ્લા પ્રશાસન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
'પ્રતિબંધિત વિસ્તારમાં સતત કેમેરાના ઉપયોગને કારણે મુલાકાતીઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. જેના કારણે મંદિરની સુરક્ષામાં ભંગ થવાની આશંકા છે. સમગ્ર મામલામાં ધ્યાન આપીને જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.
વકીલે કહ્યું કે, 'આજે એલ્વિશ યાદવ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. તે પછી, તેણે કેમ્પસમાં ફોટો ક્લિક કર્યું, જ્યાં મોબાઈલ ફોન લઈ જવા પર સખત પ્રતિબંધ છે. આ મંદિરના મહત્વપૂર્ણ નિયમોનું ઉલ્લંઘન છે. મંદિરની અંદર ફોટોગ્રાફીના આક્ષેપ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર કે. એજિલરસને જણાવ્યું કે સવારે કેટલાક લોકોએ એલ્વિશ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે એલ્વિશ યાદવ ઉત્તર પ્રદેશના વારાણસીમાં છે અને પોતાના મિત્રો સાથે અહીંના મંદિરોની મુલાકાતે છે, તેણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના પૂજારી શ્રીકાંતે વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી. આ પછી એલ્વિશે ભગવાનને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા.
બે દિવસ પહેલા પણ EDની ટીમે સાપના ઝેરના નશાના કેસમાં એલ્વિશ યાદવની 8 કલાક પૂછપરછ કરી હતી. આ પહેલા તે કુશા કપિલા જેવા અનેક નામો પર ટિપ્પણી કરવાને કારણે પણ વિવાદમાં આવી ચુક્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0