પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગયું છે. અહેવાલો અનુસાર, આગચંપી, તોડફોડ સહિત ‘'ના કારણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર પડી છે
પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગયું છે. અહેવાલો અનુસાર, આગચંપી, તોડફોડ સહિત ‘'ના કારણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર પડી છે
પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગયું છે. અહેવાલો અનુસાર, આગચંપી, તોડફોડ સહિત ‘'ના કારણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર પડી છે. નોંધનીય છે કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આજથી (26 જુલાઈ)થી ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઇ રહ્યો છે.
ફ્રાન્સની રાષ્ટ્રીય રેલ કંપની SNCFએ શુક્રવારે એક નિવેદન જારી કર્યું હતું કે તેની હાઇ-સ્પીડ રેલ લાઇન પર આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની છે. જેના કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિક આજથી શરૂ થઈ રહ્યું છે અને આજે જ ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે. દુનિયાભરના રમતપ્રેમીઓ પેરિસ પહોંચી ગયા છે અને આવી સ્થિતિમાં ટ્રાફિક ખોરવાને કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. SNCF જાહેરાત કરી હતી કે ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં રેખાઓ અસરગ્રસ્ત છે. જેના કારણે પડોશી બેલ્જિયમ અને લંડન જતી ટ્રેનોને પણ અસર થઈ હતી.
સરકારી અધિકારીઓએ પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના થોડા કલાકો પહેલા ફ્રાન્સની આસપાસ બનતી ઘટનાઓની નિંદા કરી હતી, જો કે આ ઘટનાઓ ગેમ્સ સાથે જોડાયેલી હોવાના કોઈ તાત્કાલિક સંકેત મળ્યા નથી. ફ્રેન્ચ પોલીસે કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે ખરેખર શું થયું અને શા માટે આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની. આ ઘટનાઓને કારણે રેલવે નેટવર્ક ખરાબ રીતે પ્રભાવિત થયું હતું અને મોટી સંખ્યામાં રેલવે મુસાફરો સ્ટેશનો પર અટવાઈ પડ્યા હતા.
ફ્રેન્ચ મીડિયાએ રેલ નેટવર્કના પશ્ચિમી માર્ગ પર આગની જાણ કરી હતી. જે રીતે આગચંપી અને તોડફોડની ઘટનાઓને સંકલિત રીતે અંજામ આપવામાં આવ્યો હતો, તેની તપાસ ચાલી રહી છે. ફ્રાન્સમાં, ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને ઘણી ટ્રેનોને રદ કરવી પડી છે. SNCF એ લોકોને હાલ માટે તેમની મુસાફરી રદ કરવાની અપીલ કરી છે અને તેમને રેલવે સ્ટેશનોથી દૂર રહેવાની સલાહ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગચંપી અને તોડફોડની ઘટનાઓથી લગભગ આઠ લાખ મુસાફરો સ્ટેશનમાં અટવાયા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0