સંજય દત્ત એક પછી એક ફિલ્મોમાં કામ કરવાની ના પાડી રહ્યા છે. અક્ષય કુમારની 'હાઉસફુલ 5'માં કામ કરવાની ના પાડ્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે તેણે અજય દેવગનની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય દત્ત હવે 'સન ઑફ સરદાર 2'નો ભાગ નહીં બને. ફિલ્મનું શૂટિંગ શરૂ થતા પહેલા સંજુએ ફિલ્મ મેકર્સને ના પાડી દીધી હતી.
સંજય દત્ત એક પછી એક ફિલ્મોમાં કામ કરવાની ના પાડી રહ્યા છે. અક્ષય કુમારની 'હાઉસફુલ 5'માં કામ કરવાની ના પાડ્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે તેણે અજય દેવગનની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય દત્ત હવે 'સન ઑફ સરદાર 2'નો ભાગ નહીં બને. ફિલ્મનું શૂટિંગ શરૂ થતા પહેલા સંજુએ ફિલ્મ મેકર્સને ના પાડી દીધી હતી. તમને જણાવી દઈએ કે લાંબા સમય પછી આવી રહેલી આ સિક્વલમાં અજય દેવગન અને સંજય દત્ત ફરી એક બીજા સાથે લડતા દેખાડવાના હતા. જોકે, મેકર્સનો આ ઇરાદો હવે પૂરો થવાનો નથી. આ સમાચારો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
‘સન ઓફ સરદાર 2’ અજય દેવગનની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. નિર્માતાઓ આ ફિલ્મની રિલીઝ પછી લગભગ 12 વર્ષ બાદ સિક્વલ બનાવી રહ્યા છે . આ વખતે ફિલ્મમાં અજય દેવગનની સાથે સંજય દત્તને પણ કાસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, સંજય દત્તે આ ફિલ્મમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સંજયનું સ્થાન રવિ કિશન લીધું છે. તેની પાછળનું કારણ છે સંજય દત્તના વિઝા. જેને ફગાવી દેવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર સંજય દત્તનો વિઝા રિજેક્ટ કરવામાં આવ્યો છે. એપ્રિલ 1993માં સંજયની ટાડા અને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 1993ના બોમ્બે બોમ્બ વિસ્ફોટમાં અન્ય આરોપીઓ પાસેથી ખરીદેલા ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. માર્ચ 2013માં સુપ્રીમ કોર્ટે તેની પાંચ વર્ષની સજાને યથાવત રાખી હતી અને ઘણી વખત જામીન મળ્યા બાદ આખરે તેણે 2016માં જેલની મુદત પૂરી કરી હતી.
તે જ સમયે, સંજય દત્તે યુકેના વિઝા માટે ઘણી વખત અરજી કરી હતી, પરંતુ આજદિન સુધી તેને વિઝા મળ્યા નથી. સન ઑફ સરદાર 2માં અજય દેવગન અને સંજય દત્ત બિલ્લુ અને જસ્સીની ભૂમિકા ભજવવાના છે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે સંજય માટે લંડન શૂટ માટે જવું મુશ્કેલ છે.
Comments 0