સ્વાતિ માલીવાલે આપ પર નિશાન સાધ્યું છે. અને તેમેણે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના મંત્રીઓ તેમના વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપી હતી.
સ્વાતિ માલીવાલે આપ પર નિશાન સાધ્યું છે. અને તેમેણે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના મંત્રીઓ તેમના વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપી હતી.
AAPના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. ત્યારે આ વચ્ચે સ્વાતિ માલીવાલે આપ પર નિશાન સાધ્યું છે. અને તેમેણે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના મંત્રીઓ તેમના વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપી હતી.
સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં AAP નેતાઓના આરોપોને રદિયો આપતા કહ્યું હતું કે, “ગઈકાલથી, દિલ્હીના મંત્રીઓ અફવાઓ ફેલાવી રહ્યા છે કે મારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, તેથી મેં આ બધું ભાજપના ઈશારે કર્યું. આ એફઆઈઆર આઠ વર્ષ પહેલા 2016માં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ બંનેએ મને વધુ બે વખત મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. આ કેસ સંપૂર્ણપણે નકલી છે જેના પર માનનીય હાઈકોર્ટે તેને 1.5 વર્ષ માટે સ્ટે આપ્યો છે અને સ્વીકાર્યું છે કે પૈસાની કોઈ લેવડદેવડ થઈ નથી.
માલીવાલે લખ્યું, “જ્યા સુધી મેં બિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ત્યાં સુધી હું “લેડી સિંઘમ” હતી અને આજે હું બીજેપીનો એજન્ટ બની ગઈ છું?” તેણે લખ્યું, “આખી ટ્રોલ આર્મી મારી પાછળ તૈનાત કરવામાં આવી હતી કારણ કે મેં સાચું બોલ્યું હતું. પાર્ટીના તમામ લોકોને બોલાવીને કહેવામાં આવી રહ્યું છે કે જો સ્વાતિનો કોઈ અંગત વીડિયો હોય તો તેને મોકલો, તેને લીક કરવો પડશે.
માલીવાલે કહ્યું, “ખોટું લાંબા સમય માટે ટકી શકતું નથી. પરંતુ સત્તાના નશામાં અને કોઈને અપમાનિત કરવાના જુસ્સાને કારણે એવું ન થવું જોઈએ કે જ્યારે સત્ય બહાર આવે ત્યારે તમે તમારા પોતાના પરિવારજનો સાથે પણ આંખ આડા કાન ન કરી શકો. તમે ફેલાવેલા દરેક જૂઠાણા માટે હું તમને કોર્ટમાં લઈ જઈશ!”
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0