રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે CM આવાસમાં થયેલી મારપીટના મામલે આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરેથી અટકાયત કરી લીધી છે.
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે CM આવાસમાં થયેલી મારપીટના મામલે આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરેથી અટકાયત કરી લીધી છે.
દિલ્લી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે CM આવાસમાં થયેલી મારપીટના મામલે આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરેથી અટકાયત કરી લીધી છે.
૧૩મેનાં સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના સીએમ હાઉસમાંથી કસ્ટડીમાં લીધો છે અને હવે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસ વિભવને હોસ્પિટલ લઈ જશે અને થોડીવારમાં તેની ધરપકડ કરવામાં આવશે. દિલ્હી પોલીસને માહિતી નળી હતી કે કે વિભવ મુખ્યમંત્રીના આવાસમાં જ હાજર છે.
મળતી માહિતી મુજબ વિભવ કુમારે તેની ફરિયાદને લઈને દિલ્હી પોલીસને જે મેઈલ મોકલ્યો હતો તેનું આઈપી એડ્રેસ પણ પોલીસે ટ્રેક કર્યું હતું. ઘણી ટીમો સતત વિભવને શોધી રહી હતી અને અંતે વિભવને સીએમ આવાસ પાસેથી કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે.
13 મેના સ્વાતિ માલીવાલ સાથે મારપીટની ઘટના સામે આવી હતી અને તેણે અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ પછી તેણે એફઆઈઆર નોંધાવી અને શુક્રવારે કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું જેમાં વિભવ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. કેસ નોંધ્યા પછી, દિલ્હી પોલીસ તેની ધરપકડ કરવા માટે વિભવની લોકેશનની શોધી રહી હતી.
સ્વાતિએ સીએમ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં માત્ર વિભવને જ આરોપી બનાવવામાં આવ્યો છે. સ્વાતિ કહે છે કે તેને લાત મારવામાં આવી છે. પેટ અને શરીર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સ્વાતિએ દિલ્હી પોલીસને ચાર દિવસ પહેલા કરેલા પીસીઆર કોલ વિશે પણ વિગતવાર માહિતી આપી હતી
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0