લોકસભા ચૂંટણી 2024માં આમ આદમી પાર્ટીને એક પછી એક ફટકા
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે CM આવાસમાં થયેલી મારપીટના મામલે આરોપી વિભવ કુમારને દિલ્હી પોલીસે કેજરીવાલના ઘરેથી અટકાયત કરી લીધી છે.
સ્વાતિ માલીવાલે આપ પર નિશાન સાધ્યું છે. અને તેમેણે આરોપ લગાવ્યો છે કે દિલ્હી સરકારના મંત્રીઓ તેમના વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને કોર્ટમાં લઈ જવાની ધમકી પણ આપી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર CM કેજરીવાલને PET-CT સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે. તેથી તેમણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.
દિલ્હીના નરેલામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે ફેક્ટરીમાં હાજર ત્રણ કામદારોના મોત થયા હતા અને 6 લોકો દાઝી ગયા હતા. આ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી
અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર હાઈકોર્ટે રોક લગાવી છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મૂકી દીધો છે. હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી. કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા
બાર્બાડોસથી વર્લ્ડ ચેમ્પિયન તરીકે પરત ફરેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયા છે.હોટલ પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓના સ્વાગત માટે પહેલાથી જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.ટીમ સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચશે
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં શનિવારે સાંજે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થિતિ એવી બની છે કે જૂના રાજેન્દ્ર નગરમાં આવેલા કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ ગયું હતું. આ ઘટનામાં એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થિનીઓનાં મોત થયાં હતાં
દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ અકસ્માત બાદ MCD એક્શનમાં આવ્યું છે. એમસીડીએ નિયમોનું ઉલ્લંઘન કરતા વિસ્તારમાં સ્થિત આવા 13 કોચિંગ સેન્ટરોના બેઝમેન્ટને સીલ કરી દીધા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025