દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ અકસ્માત બાદ MCD એક્શનમાં આવ્યું છે. એમસીડીએ નિયમોનું ઉલ્લંઘન કરતા વિસ્તારમાં સ્થિત આવા 13 કોચિંગ સેન્ટરોના બેઝમેન્ટને સીલ કરી દીધા
દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ અકસ્માત બાદ MCD એક્શનમાં આવ્યું છે. એમસીડીએ નિયમોનું ઉલ્લંઘન કરતા વિસ્તારમાં સ્થિત આવા 13 કોચિંગ સેન્ટરોના બેઝમેન્ટને સીલ કરી દીધા
દિલ્હીના રાજેન્દ્ર નગરમાં કોચિંગ અકસ્માત બાદ MCD એક્શનમાં આવ્યું છે. એમસીડીએ નિયમોનું ઉલ્લંઘન કરતા વિસ્તારમાં સ્થિત આવા 13 કોચિંગ સેન્ટરોના બેઝમેન્ટને સીલ કરી દીધા છે. MCD તે કોચિંગ સંસ્થાઓ પર નોટિસો પણ ફટકારી રહી છે અને તેમની પાસેથી જવાબ માંગી રહી છે. રવિવારે, MCD દ્વારા રાજેન્દ્ર નગરમાં આવા ઘણા કોચિંગ સેન્ટરોમાં નોટિસ ફટકારવામાં આવી હતી.
દિલ્હીના મેયર ડૉ. શૈલી ઓબેરોયે કોચિંગ સેન્ટરો સામે X પર પોસ્ટ કર્યું. તેમણે કહ્યું કે ગઈકાલની દુ:ખદ ઘટના પછી, MCD એ રાજેન્દ્ર નગરના તમામ કોચિંગ સેન્ટરોને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જે બેઝમેન્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો આ અભિયાન સમગ્ર દિલ્હીમાં ચલાવવામાં આવશે.
રાજધાનીના રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરમાં વરસાદી પાણી બેઝમેન્ટમાં ઘૂસી જતાં અરાજકતા સર્જાઈ હતી. થોડી જ વારમાં લગભગ 8 ફૂટ ઊંડુ બેઝમેન્ટ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. કોચિંગમાં વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. પાણીમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટના બાદ દિલ્હી સરકાર અને MCD શંકાના દાયરામાં આવી ગયા છે.
ઘટના બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું છે કે આ અકસ્માત સંબંધિત એજન્સીઓની ગુનાહિત બેદરકારી તરફ ઈશારો કરે છે. તેમણે ડિવિઝનલ કમિશનરને રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરમાં બનેલી ઘટના અંગે રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે તેઓ સિવિલ સર્વિસના ઉમેદવારોના મૃત્યુની ઘટનાથી ખૂબ જ દુઃખી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0