દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર CM કેજરીવાલને PET-CT સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે. તેથી તેમણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર CM કેજરીવાલને PET-CT સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવા પડશે. તેથી તેમણે તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.
10 મેના કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા હતા. વચગાળાના જામીનનો આદેશ પસાર કરતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, આગામી 5 વર્ષ માટે આ દેશની સરકારને ચૂંટવા માટે કરોડો મતદારો પોતાનો મત આપશે. સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને જીવંતતા પ્રદાન કરે છે. તેના મહત્વને ધ્યાનમાં રાખીને જામીન આપવાથી રાજકારણીઓને આ દેશના સામાન્ય નાગરિકોની સરખામણીમાં ફાયદાકારક સ્થિતિમાં હોવાનો લાભ મળશે તેવી ફરિયાદ પક્ષની દલીલ ફગાવી દેવામાં આવે છે.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં EDએ 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ EDએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જાહેર કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે, તે કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધો સંડોવાયેલા હતા. આ આરોપોને ફગાવી દેનાર AAP પાર્ટીએ કહ્યું હતું કે, દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.
Comments 0