કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'ને લઈને પંજાબમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ઘણી જગ્યાએ ફિલ્મનો વિરોધ થયો અને ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી. હવે કંગના રનૌત પોતે આ મામલે આગળ આવી છે અને નિવેદન આપ્યું છે
કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'ને લઈને પંજાબમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ઘણી જગ્યાએ ફિલ્મનો વિરોધ થયો અને ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી. હવે કંગના રનૌત પોતે આ મામલે આગળ આવી છે અને નિવેદન આપ્યું છે
કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'ને લઈને પંજાબમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ઘણી જગ્યાએ ફિલ્મનો વિરોધ થયો અને ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી. હવે કંગના રનૌત પોતે આ મામલે આગળ આવી છે અને નિવેદન આપ્યું છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે તેની ફિલ્મ ઇમરજન્સીને પંજાબમાં રિલીઝ થવા દેવામાં આવી રહી નથી.
કંગનાએ તેના વીડિયો સંદેશમાં કહ્યું, “ઝી સ્ટુડિયો, મણિકર્ણિકા ફિલ્મ અને ધીસ ઈઝ માય ટ્રીપના દરેક સભ્ય વતી, હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે લોકોએ અમારી ફિલ્મને ખૂબ પ્રેમ અને આદર આપ્યો. અમારી પાસે તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શબ્દો નથી. પણ મારા હૃદયમાં હજુ પણ થોડું દુઃખ છે.”
https://www.instagram.com/reel/DFCZdbdSZq4/?utm_source=ig_web_copy_link
'અમુક લોકોએ આ આગ લગાવી છે'
કંગના આગળ કહે છે, “ઇન્ડસ્ટ્રીમાં એવું કહેવામાં આવતું હતું કે મારી ફિલ્મો પંજાબમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે અને આજે એવો દિવસ છે જ્યારે મારી ફિલ્મને પંજાબમાં રિલીઝ થવાની પણ મંજૂરી નથી. કેનેડા કે બ્રિટનમાં પણ લોકો પર આવા જ કેટલાક હુમલા થઈ રહ્યા છે. કેટલાક લોકોએ, આ આગ લગાવી છે.મારી ફિલ્મ, મારા વિચારો અને દેશ પ્રત્યેનો મારો લગાવ આ ફિલ્મમાં પ્રતિબિંબિત થાય છે. આ ફિલ્મ જોઈને તમે જાતે જ નક્કી કરી શકો છો. શું આ ફિલ્મ આપણને એક કરે છે કે આ ફિલ્મ આપણને વિભાજીત કરે છે?”
કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી' ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને ઇન્દિરા ગાંધીની બાયોપિક કહેવામાં આવી રહી છે. ફિલ્મમાં કટોકટીના સમયગાળા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવનાર કંગનાએ તેનું દિગ્દર્શન પણ કર્યું છે. તેમના સિવાય અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મિલિંદ સોમન અને સ્વર્ગસ્થ સતીશ કૌશિક જેવા કલાકારો આ ફિલ્મમાં અલગ અલગ ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મે પહેલા સપ્તાહના અંતે લગભગ 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0