મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે "સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. 22 ઓગષ્ટનાં જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે ૨૧ ઓગસ્ટના તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે
મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે "સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. 22 ઓગષ્ટનાં જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે ૨૧ ઓગસ્ટના તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે
મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે "સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. 22 ઓગષ્ટનાં જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે ૨૧ ઓગસ્ટના તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે.આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા દરેક ગામે ગ્રામ સ્વાગત કાર્યક્રમ પણ શરુ કરવામાં આવ્યો છે. તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે તે ગામના તલાટી કમ મંત્રીને દર મહીનાની 1 થી 10 તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજુ કરી શકશે.
જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેકટર કચેરી, અને તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારે તાલુકા મામલતદારની કચેરીએ રજુ કરી શકશે.
આ સ્વાગત કાર્યક્રમમાં મુદત બાદની અરજી, અસ્પષ્ટ રજુઆતવાળી અરજી,એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યકિતગત આક્ષેપોવાળી અરજી, નિતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો,કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજુઆત અંગે સંબંધીત કચેરી / ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજુ કરેલ પ્રશ્ન,અગાઉના સ્વાગત કાર્યક્રમમાં રજુ થયેલ વિગતોની અરજીઓ/પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી, જેથી અરજદારોએ આ પ્રકારના અરજી / પ્રશ્નો રજુ નહી કરી શકે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0