સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ પર ટીપ્પણીને લઈને અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે. ગઈકાલે બજરંગ દળે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ધામા નાંખ્યા હતા. હિન્દુઓને હિંસક કહેવા ઉપર બજરંગ દળના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી.
રાહુલ ગાંધીના સંસદમાં ગઈકાલે હિન્દુઓને હિંસક કહેવાના મુદ્દે મામલો ગરમાયો છે. ત્યારે સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ પર ટીપ્પણીને લઈને અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે. ગઈકાલે બજરંગ દળે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ધામા નાંખ્યા હતા. હિન્દુઓને હિંસક કહેવા ઉપર બજરંગ દળના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ ઉપર કાળી શાહી લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રચાર પ્રસારના બેનર્સ ઉપર કોંગ્રેસ નેતાઓના લખાયેલા નામો ઉપર બ્લેક સ્પ્રે છાંટી વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહિ, આજે વહેલી સવારે કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર પર પણ ફેંકવામા આવ્યા હતા.
હિન્દુઓ મામલે સંસદમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનનો મામલો હવે રાજકીય તૂલ પકડી રહ્યો છે. રાહુલના ગાંધીના નિવેદનના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા આજે સવારે અમદાવાદની પ્રદેશ કોંગ્રેસ ઓફિસે પથ્થર ફેંકવામાં આવ્યા હતા. હાલ કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે.
સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવામાં આવી જેમાં વિપક્ષના નેતા તરીકે પહેલીવાર રાહુલ ગાંધીએ દમદાર ભાષણ આપ્યું જોકે તેમના ભાષણની શરૂઆત સાથે જ સદનમાં હંગામો મચી ગયો હતો. પ્રધાનમંત્રી મોદીએ આ મામલે ટિપ્પણી કરવી પડી. રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ઉભા થઈ ગયા અને તેમણે માફીની માગણી કરી હતી. રાહુલ ગાંધી આટલે જ અટક્યા નહોતા તેમણે મણિપુરમાં 1 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલી સંઘર્ષની સ્થિતિને ઉઠાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ જે મુદ્દા ઉઠાવ્યા તેનાથી ભાજપ અને એનડીએમાં ખળભળાટ મચી ગયો.
Comments 0