સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ પર ટીપ્પણીને લઈને અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે. ગઈકાલે બજરંગ દળે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ધામા નાંખ્યા હતા. હિન્દુઓને હિંસક કહેવા ઉપર બજરંગ દળના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું હતું કે આ વખતે તેઓ ગુજરાતમાં ભાજપને હરાવશે. આ નિવેદન બાદ રાહુલની ગુજરાત મુલાકાત એ સંકેત છે કે તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. પેપર લીકનો મુદ્દો ગૃહમાં મહત્વનો બન્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પેપર લીક એક ગંભીર મુદ્દો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025