દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એર ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ઉડતા ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો જે બાદ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
બિશનોઈએ બકરી ઈદ નીમિતે પાકિસ્તાનમાં બેઠા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યાનું અનુમાન છે. લોરેન્સને સાબરમતિ જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. ત્યારે વીડિયો વાયરલ થયો છે તેની જાણકારી મળી રહી છે
એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો જે બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા જ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર એરપોર્ટ પર ચેકીંગ હાથ ધરાયું છે.
સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની હિન્દુ પર ટીપ્પણીને લઈને અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો છે. ગઈકાલે બજરંગ દળે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર મોડી રાત્રે ધામા નાંખ્યા હતા. હિન્દુઓને હિંસક કહેવા ઉપર બજરંગ દળના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું હતું કે આ વખતે તેઓ ગુજરાતમાં ભાજપને હરાવશે. આ નિવેદન બાદ રાહુલની ગુજરાત મુલાકાત એ સંકેત છે કે તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ 6 લોકોના મોતની ખબર સામે આવી છે.
પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઇવે પર અજાણ્યા વાહન ચાલક દ્વારા બે રાહદારીઓને ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
અમદાવાદમાં ફરી એક વખત ધોળે દિવસે લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આંગડિયા પેઢીમાંથી પૈસા લઇને નીકળેલા વેપારી લૂંટાયા છે. એક્ટિવા સરખું ચલાવ તેમ કહીને વેપારી પાસેથી 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદમાંથી 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લીધા છે
ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ પણ ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાયાની ઘટના સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ૧ કરોડ રૂપિયાના MD ડ્રગ્સની સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025