TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે એસીબીની તપાસ ચાલી રહી છે. જેમાં પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આ સાથે એક કરોડથી વધુનું સોનું પણ મળી આવ્યું છે.
TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે એસીબીની તપાસ ચાલી રહી છે. જેમાં પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આ સાથે એક કરોડથી વધુનું સોનું પણ મળી આવ્યું છે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડનો આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠીયાની ઓફિસમાં તપાસ ચાલી રહી છે. રાજકોટ એસીબી દ્વારા પૂર્વ TPO મનસુખ સાગઠિયાની સીલ કરેલી ઓફિસમાં તપાસ કરવામાં આવતા અધધ રકમ મળી આવી છે. મળતી માહિતી અનુસાર આ તપાસમાં ACBને 5 કરોડ રૂપિયાની રોકડ અને એક કરોડથી વધુનું કિમતનું સોનું મળી આવ્યું. હજુ પણ તપાસ ચાલી રહી છે અને અનેક લોકરની ચકાસણી બાકી છે. ત્યારે આ તપાસમાં વધુ અનેક ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.
આ પહેલા પણ મનસુખ સાગઠીયા પાસેથી અપ્રમાણસર મિલકત મળી હતી. આવક કરતાં અનેક ગણી સંપત્તિ એકત્ર કરી હોવાનું એન્ટીકરપ્શન કરપ્શન બ્યુરોની તપાસમાં સામે આવ્યું હતુ. આરોપી મનસુખ સાગઠીયા પાસે આવક કરતા બમણી સંપત્તિ મળી આવી હતી. ACBની ટીમે મનસુખ સાગઠીયાની ત્રણ અલગ અલગ જગ્યાએ તપાસ કરી સાથે જ સાગઠિયાના ભાઈની રાજકોટ ખાતે આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પાડ્યા હતા. ACB દ્વારા અપ્રમાણસર મિલકતની વિગતો જાણવા વર્ષ 2012 એપ્રિલ થી મેં 2024ના સમયગાળા દરમ્યાન વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલી હતી.
તપાસ દરમિયાન કેટલાક દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓ માંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરી વિશ્લેષણ કરતા આવક કરતા વધુની સંપત્તિ એટલે કે અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0