સિકંદરારાઉ કસ્બના ફુલરઈ ગામમાં યોજાયેલા સત્સંગમાં 121 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 108 મહિલાઓ, 7 બાળકો સામેલ છે.
સિકંદરારાઉ કસ્બના ફુલરઈ ગામમાં યોજાયેલા સત્સંગમાં 121 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 108 મહિલાઓ, 7 બાળકો સામેલ છે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે એક ગોઝારી દુર્ઘટના ઘટી, સિકંદરારાઉ કસ્બના ફુલરઈ ગામમાં યોજાયેલા સત્સંગમાં 121 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 108 મહિલાઓ, 7 બાળકો સામેલ છે. અહીં સાકાર હરિબાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. ભોલેબાબા હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધમાં છે. સત્સંગ પૂરો થયા બાદ અહીં જેવી ભીડ નીકળવાની શરૂ થઈ કે ત્યાં ભાગદોડ મચી ગઈ. હવે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર મુજબ 80 હજાર લોકોની મંજૂરી મળવા છતાં અઢી લાખ લોકો સત્સંગમાં ભેગા થયા હતા.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરારાઉ વિસ્તારમાં આયોજીત એક સત્સંગમાં મચેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થઈ ચુક્યા છે. પોલીસે આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. દુર્ઘટના બાદ ભોલે બાબા ફરાર થઈ ગયા છે. પોલીસ તેમને શોધી રહી છે. બાબા નારાયણ હરિનો ફોન બંધ આવી રહ્યો છે. સીએમ યોગીએ 24 કલાકની અંદર તપાસ રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. આ દરમ્યાન સીએમ યોગીએ કહ્યું કે, આ દુર્ઘટના છે, કે ષડયંત્ર, તેની તપાસ થવી જોઈએ.
ઘટના પુલરાઈ ગામમાં સત્સંગ થયો હતો. જેમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, સિકંદરારાઉમાં ભોલે બાબાનો કાર્યક્રમ થઈ રહ્યો હતો અને જ્યારે કાર્યક્રમ પુરો થયો ત્યારે બાદ લોકો બહાર નીકળતી વખતે ભાગદોડ મચી ગઈ. સત્સંગની પરવાનગી એસડીએમે આપી હતી. સત્સંગમાં લગભગ અઢી લાખની આસપાસ લોકો એકઠા થયા હતા.
દુર્ઘટનાનું મોટું કારણ પણ સામે આવ્યું છે. હકીકતમાં જોઈએ તો, ભોલે બાબાની ગાડી પસાર થતી વખતે ભીડને રોકી દેવામાં આવી હતી. કાફલો પસાર થયા બાદ અચાનક ભીડને છોડવામાં આવી. પાછળથી આવી રહેલી ભીડે આગળ જતાં લોકોને કચડતા આગળ નીકળવા લાગ્યા. જીવ બચાવવા માટે લોકો ભાગવા લાગ્યા. આ ભાગદોડમાં એક બીજા પર ચડી ગયા અને 100થી વધારે લોકોના મોત થઈ ગયાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0