લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટો અકસ્માત થયો છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો નદીને ટેન્ક ક્રોસ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું જેના કારણે સેનાના પાંચ જવાનો તણાઇ ગયા હતા
લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટો અકસ્માત થયો છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો નદીને ટેન્ક ક્રોસ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું જેના કારણે સેનાના પાંચ જવાનો તણાઇ ગયા હતા
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી એક ગોઝારી ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટો અકસ્માત થયો છે. લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો નદીને ટેન્ક ક્રોસ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું જેના કારણે સેનાના પાંચ જવાનો તણાઇ ગયા હતા. ભારતીય સેનાના જવાનો સાથેની આ દુર્ઘટના ચીનની સરહદ એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે થઈ હતી. દૌલત બેગ ઓલ્ડી કારાકોરમ રેન્જમાં આવેલું છે જ્યાં આર્મી બેઝ છે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું છે કે, લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે અચાનક આવેલા પૂરમાં સેનાના પાંચ જવાનો ધોવાઈ ગયા છે. આર્મી ટેન્ક નદીના એક ઊંડા ભાગને પાર કરી રહી હતી ત્યારે તે ત્યાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે તે પાણીથી ભરાઈ ગયું જેના કારણે સૈનિકો ધોવાઈ ગયા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. અત્રે એ નોંધનિય છે કે, ઘટનાસ્થળે કોઈ અથડામણ થઈ નથી.’
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટના સમયે ટેન્કમાં સેનાના 5 જવાન હાજર હતા. જેમાં એક JCO અને 4 સૈનિકોનો સમાવેશ થાય છે. 1 જવાનને શોધી કાઢવામાં આવ્યો છે જ્યારે બાકીના 4ની શોધ ચાલુ છે. દૌલત બેગ ઓલ્ડીમાં જે ટેન્કનો અકસ્માત થયો હતો તે ભારતીય સેનાની T-72 ટેન્ક હતી. ભારત પાસે 2400 T-72 ટેન્ક છે. ભારતીય સેના લાંબા સમયથી આ ટેન્કોનો ઉપયોગ કરી રહી છે. દુર્ઘટના સમયે અન્ય ઘણી ટેન્ક પણ ત્યાં હાજર હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0