24 કલાકમાં આણંદ, માલિયા હાટીના, મેંદરાણા, બોરસદ, વડોદરા, ટંકારા, વિસાવદર, ગોધરા, જલાલપોર, રાજકોટ, પેટલાદ, કોટડા સંઘાણી, ચોટિલા, નડીયાદ, પલસાણા, બોટાદ, ગોંડલ, વાંકાનેર, બારડોલી, આમોદ, કપરાડા, કુટિયાણા, લોધીકા, બાબરા, હાલોલ, માંગરોલ, કેશોદ, નવસારી અને માંડવીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે
હાલ ગુજરાતભરમાં મેઘરાજાની સવારી ફરી રહી છે. છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.68 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ માટેની આગાહી આપવામાં આવી છે.. જામનગના ધ્રોલ, વલસાડના ઉમરગાંવ, ભરૂચના વાગરા, સુરતના કામરેજમાં બે ઇચથી વધારે વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં આણંદ, માલિયા હાટીના, મેંદરાણા, બોરસદ, વડોદરા, ટંકારા, વિસાવદર, ગોધરા, જલાલપોર, રાજકોટ, પેટલાદ, કોટડા સંઘાણી, ચોટિલા, નડીયાદ, પલસાણા, બોટાદ, ગોંડલ, વાંકાનેર, બારડોલી, આમોદ, કપરાડા, કુટિયાણા, લોધીકા, બાબરા, હાલોલ, માંગરોલ, કેશોદ, નવસારી અને માંડવીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપી છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ભરૂચ,, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે સવારથી બારડોલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના ભરવાડ વસાહત, આશાપુરી માતાના મંદિર નજીક, નગરના સ્ટેશન રોડ,જે. પી.નગરમાં ભરાયું પાણી છે. ભારે વરસાદને પગલે જન જીવન પ્રભાવિત બન્યું છે. નગરપાલિકાની પ્રિ મોન્સૂનની પોલ ખુલી છે.
Comments 0