જેતપુર સિટી પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમની કાર્યવાહી
જેતપુર સિટી પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમની કાર્યવાહી
લોહાણા મહાજન કોડીનાર દ્વાર વીરદાદા જશરાજના ૯૬૭ માં શોર્ય દિન પ્રસંગે સાધુ ભોજન, જ્ઞાતિ સમુહ જલારામ પ્રસાદ અને સરસ્વતી સન્માન સમારોહનુ આયોજન ગત તા.૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ જલારામ પ્રસાદના મનોરથી લવજીભાઇ પરમાણંદભાઇ રૂપારેલ પરિવારનુ અને સાધુ ભોજનના મનોરથી હરગોવિંદદાસ મુળજીભાઇ તન્નારાણા પરિવારનુ સન્માન સ્મૃતિચિહન અને ગિફ્ટ આપીને તેમજ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મહિલા મંડળની બહેનોના હસ્તે વિવિઘ ઇનામો, શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને કરવામાં આવ્યું હતું.
પ્રાર્થના કિરણબેન ભુપતાણી અને મયુરીબેન વિઠલાણી દ્વારા, પ્રાસંગિક પ્રવચન જીતુભાઇ ભૂપતાણી, જયેશભાઇ અજાબીયા, નયનભાઇ રૂપારેલિયા અને અશ્વિનભાઇ વિઠલાણી દ્વારા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઇ કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0