જેતપુર સિટી પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમની કાર્યવાહી
જેતપુર સિટી પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમની કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હીમકરસિંહે દારૂ અને જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેતપુરમાં વિદેશી દારૂના બે ગુનામાં સામેલ શખ્સને રેલવે સ્ટેશન પાસેથી જેતપુર પોલીસે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સુચનાના આધારે જેતપુર પોલીસ મથકના પીઆઇ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમના ભાવેશ ચાવડા, ચંદ્રસિંહ વસૈયા, સાગર મકવાણા, શક્ત ઝાલા, લાખુભા રાઠોડ, સાગર ઝાપડિયા, અમિત સિદ્ધપરા સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે જેતપુર શહેર પોલીસ મથકના અંગ્રેજી દારુના બે ગુનામાં ફરાર પરાગ આસનાણી હાલ જેતપુર રેલવે સ્ટેશન પાસે આવવાનો હોય તેના આધારે ટીમ વોચમાં હોય ત્યારે પરાગને રેલવેને સ્ટેશન પાસેથી દબોચી લઈ તેની પાસેથી રૂ. ૧૫ હજારની કિંમતનું બાઇક તેમજ ૨ હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ.૧૭ હજારની મત્તા કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે, ઝડપાયેલો પરાગ જેતપુર પંથકમાં અંગ્રેજી દારુના વેપલા માટે પંકાયેલો હોય તેમજ તેની સામે જેતપુર સિટી પોલીસ મથકમાં પ્રોહિબિશનના નવથી વધુ ગુનાઓ હોવાનું તેમજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં પણ દારુનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યુ હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0