કન્યાઓને લાખેણા કરિયાવરમાં 120 ચીજવસ્તુઓ અને ભગવદ ગીતા ભેટ અપાશે, 125 વીઘા જમીનમાં ૧૦ હજાર સ્વયંસેવકો-કાર્યકરો સતત ખડેપગે રહેશે, વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડ સાથે નીકળશે શાહી વરઘોડો
કન્યાઓને લાખેણા કરિયાવરમાં 120 ચીજવસ્તુઓ અને ભગવદ ગીતા ભેટ અપાશે, 125 વીઘા જમીનમાં ૧૦ હજાર સ્વયંસેવકો-કાર્યકરો સતત ખડેપગે રહેશે, વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડ સાથે નીકળશે શાહી વરઘોડો
જામકંડોરણામાં ખેડુત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશ રાદડીયાની રાહબર હેઠળ આવતીકાલે ‘પ્રેમનું પાનેતર’ 511 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાશે.
ભાજપના યુવા નેતા જયેશભાઈ રાદડિયા દ્વારા ભવ્ય સમુહ લગ્નોત્સવ 'પ્રેમનું પાનેતર'નું વિશાળ આયોજન કરાવમાં આવ્યું છે. ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્યસ્મૃતિમાં યોજાનાર આ 9માં શાહી સમુહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે. 511 લગ્ન મંડપો, તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વિઘા જમીનમાં તેમજ પાર્કિંગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વિઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે. કંડોરણાની બજારમાં વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડ સાથે શાહી વરઘોડો નીકળશે.કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવીયા, સી.આર.પાટીલ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સમુહ લગ્નોત્સવમાં તમામ યુગલના પરિવારોને સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ અપાયું છે તેમજ મહાનુભાવોને 25000 કંકોત્રીનું વિતરણ કરાયું છે. દોઢથી બે લાખ લોકો એકસાથે શાહી ભોજન લેશે. લગ્નોત્સવની તમામ વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 10,000 સ્વ્યંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે.
તમામ દિકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મુકીને દાનનો ધોધ વહાવ્યો છે જેથી દિકરીઓને અંદાજે રૂ. 3 લાખની કિંમતની 120 ચીજવસ્તુઓનો કરિયાવર અને શ્રીમદ ભાગવદ્ ગીતાની ભેટ પણ આપવામાં આવશે. લગ્ન સમારોહ દરમિયાન ઇમરજન્સી સારવાર માટે રાજકોટકની ઓમેગા હોસ્પિટલ તેમજ જામકંડોરણાની સરકારી હોસ્પિટલ સહિતના નિષ્ણાંત તબીબો સેવા આપશે. ઓમેગા હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ લોકોનું ડાયાબિટિસ અને બ્લડ પ્રેશર તપાસી દેવાશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0