શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા : ગોંડલના પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ૩૫૦ વર્ષ જુના મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું.
શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા : ગોંડલના પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ૩૫૦ વર્ષ જુના મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું.
આજથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે. ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા છે. ત્યારે ગોંડલ શહેર થી ૪ કિલોમીટર દૂર વેરી તળાવની બાજુમાં રમણીય વિસ્તાર વચ્ચે શહેરનું અતિ પ્રાચીન પૌરાણીક સ્વયંભુ શિવાલય સુરેશ્વર મહાદેવ બિરાજમાન છે. ૩૫૦ વર્ષ જુના મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કરેલ છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ આરતીના દર્શનનો લાભ લીધો હતો. અહીં ગોંડલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તાર માંથી ભક્તો મહાદેવજીના દર્શન તેમજ આરતીનો લાભ લે છે.
રાત્રી થી દિવસ દરમિયાન ૬ આરતી મંદિર માં થાય છે
સુરેશ્વર મંદિર ખાતે રાત્રી થી દિવસ દરમિયાન વહેલી સવાર ના ૩.૦૦ કલાકે, ૫.૦૦ કલાકે, ૭.૦૦ કલાકે, ૮.૦૦ કલાકે, બપોરે ૧૨.૦૦ કલાકે અને સાંજે ૭.૦૦ કલાકે આરતી દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટી પડે છે. અને વહેલી સવારથી લઈ મોડીરાત સુધી સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે હર હર મહાદેવનો નાદ ગુંજતો રહે છે.
પૂજારી નિખિલભાઈ જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું ગોંડલમાં ભગવતસિંહજી બાપુએ શહેર માં નવ નાથ મહાદેવ ની સ્થાપના કરી છે તેમાંના એક આ સુરેશ્વર મહાદેવ નું મંદિર છે હું છેલ્લા ૧૫ વર્ષ થી અને અમે અહીં ૩ પેઢી થી સુરેશ્વર મંદિરે પૂજા કરીએ છીએ સવારે ૮ વાગ્યા થી બપોરના ૧૨ વાગ્યા સુધી સુરેશ્વર મહાદેવજી ની પંચવકત્ર પૂજા થાય છે. બપોરે ૧૨ વાગ્યે લઘુન્દ્ર બાદ મહા આરતી થાય છે.
શ્રાવણ માસ દરમ્યાન મંદિર પરિસરમાં જય શામ્બના નાદ થી ગુંજી ઉઠે છે.
અહીં ગોંડલના રાજવી સર ભગવતસિંહજી પણ નિયમીત સુરેશ્વર મહાદેવના દર્શન માટે આવતા નેશનલ હાઈવેથી ચાર કિલોમીટર દૂર આવેલ વેરી તળાવ પાસે આ શિવાલય આવ્યું છે. અહીં ઐતિહાસીક ધાર્મિક અને પ્રકૃતિક ત્રિવેણી સંગમ સર્જાય છે. મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ ફરતે અનેક શિવાલયોનું નિર્માણ કરેલ હતું. પરંતુ સુરેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર ગણાય છે. શ્રાવણ માસમાં નિયમીત વડપુજા, લઘુરૂદ્રનું આયોજન થાય છે.
અહીં આવેલા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
ગોંડલ ચી આવેલા દર્શનાર્થી કિરીટભાઈ વૈષ્ણવ એ જણાવ્યું હતું કે હું છેલ્લા ૩૫ વર્ષથી દરરોજ સુરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવું છું અને પૂજા તેમજ આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવું છુ. તેમજ સર્વે ભક્તોની મનોકામના સુરેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે. શ્રાવણ માસ દરમીયાન દર સોમવારે સુરેશ્વર મહાદેવજીને અલગ અલગ ફૂલોનો શણગાર કરવામાં આવે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0