અત્યાર સુધીમાં 100 વખત સોમનાથ દ્રારકા,32 વખત રામદેવળા રણુજા અને બે વખત નર્મદા પરિક્રમા પુર્ણ કરી q છે
અત્યાર સુધીમાં 100 વખત સોમનાથ દ્રારકા,32 વખત રામદેવળા રણુજા અને બે વખત નર્મદા પરિક્રમા પુર્ણ કરી q છે
અમદાવાદ જિલ્લાના ધોળકા ગામનાં જયરામ ભગત એટલે મહાન પદયાત્રી તેઓએ પોતાના જીવનકાળમાં ધોળકાથી પદયાત્રા કરી સનાતન ધર્મની રક્ષા માટે પ્રચાર પ્રસાર કરવા સંકલ્પ કર્યો છે. ધોળકાથી સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવીને દ્રારકા 108 વખત પદયાત્રા કરવાનો નિર્ણય લીધો છે અને સો વખત આ કઠીન પદયાત્રા શ્રધ્ધાપૂર્વક પુર્ણ કરી છે. જયરામ ભગતે ધોળકાથી રણુજા રામદેવળા રામદેવપીરના ચરણોમાં 32 વખત પદયાત્રા પુર્ણ કરી છે. મા નર્મદાની કઠોર પરિક્રમા અંદાજે ચાર હજાર કિલોમીટર માત્ર 73 દિવસમાં બે વખત પુર્ણ કરી છે.
આજના સમયમાં વાહનોની સુવિધા હોવાથી પગપાળા ચાલવાનું ઘટી ગયું છે ત્યારે ધોળકા ગામનાં જયરામ ભગતે સનાતન ધર્મની રક્ષા માટે પદયાત્રા દરમ્યાન થયેલા અનુભવો અને કુદરતી શક્તિનો થયેલ સાક્ષાત્કારની રહસ્યમય વાતો કરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0