Netflix પર રિલીઝ થયેલી વેબ સીરિઝ 'IC 814: The Kandahar Hijack' પર પ્રતિબંધનો ખતરો છે. આ વેબ સીરીઝને લઈને દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. જેમાં સીરીઝ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે
Netflix પર રિલીઝ થયેલી વેબ સીરિઝ 'IC 814: The Kandahar Hijack' પર પ્રતિબંધનો ખતરો છે. આ વેબ સીરીઝને લઈને દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. જેમાં સીરીઝ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે
Netflix પર રિલીઝ થયેલી વેબ સીરિઝ 'IC 814: The Kandahar Hijack' પર પ્રતિબંધનો ખતરો છે. આ વેબ સીરીઝને લઈને દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. જેમાં સીરીઝ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. પીઆઈએલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અપહરણમાં સામેલ આતંકવાદીઓની વાસ્તવિક ઓળખ શ્રેણીમાં વિકૃત કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી શ્રેણીમાં આતંકવાદીઓને હિન્દુ નામ આપીને તેમની 'અસલ ઓળખ' છુપાવવામાં આવી છે. તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ વેબ સિરીઝના નિર્માતાઓ માટે મુશ્કેલીઓ સતત વધી રહી છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત સિરીઝ પર પ્લેન હાઇજેક કરનારા આતંકવાદીઓની ઓળખ છુપાવવાનો આરોપ છે.
આ અંગે સરકારે મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોનું માનીએ તો હવે માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડને સમન્સ મોકલ્યા છે. ફિલ્મમાં આતંકવાદીઓના નામ બદલવાની સાથે સરકાર તેમની પાસેથી આ અંગે પણ જવાબ માંગવા જઈ રહી છે. આ સાથે જ આ ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ વેબ સિરીઝ પર સવાલો ઉઠાવ્યા છે. તેણે X પર લખ્યું કે IC-814ના હાઇજેકર્સ ભયંકર આતંકવાદીઓ હતા. જેમણે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે કાલ્પનિક નામો અપનાવ્યા હતા. ફિલ્મ દિગ્દર્શક અનુભવ સિંહાએ તેમના બિન-મુસ્લિમ નામોનો પ્રચાર કરીને તેમના ગુનાહિત ઇરાદાઓને કાયદેસર બનાવ્યા. આ વેબ સિરીઝની તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકરી ટીકા થઈ રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0