'ખતરો કે ખિલાડી' ટીવી પરના  સૌથી ફેવરિટ રિયાલિટી શોમાંથી એક છે. તાજેતરમાં આ શોની 14મી સિઝનનું પ્રીમિયર થયું છે. થોડા જ દિવસોમાં આ શો ચર્ચાનો વિષય બની ગયો છે. શોમાં ભાગ લેનાર અસીમ રિયાઝના રોહિત શેટ્ટી અને શોના નિર્માતાઓ સાથે થયેલા વિવાદ પર લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.