હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદથી જ તમામ ક્રિકેટ પ્રેમીઓના મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આનું કારણ જણાવ્યું છે
હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદથી જ તમામ ક્રિકેટ પ્રેમીઓના મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવાનો નિર્ણય ફિટનેસ, ડ્રેસિંગ રૂમમાંથી મળેલા ફીડબેક અને સતત ઉપલબ્ધ રહેવાના મુદ્દાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. આ સાથે તેમણે હાર્દિકને ટીમ માટે મહત્વનો ખેલાડી પણ ગણાવ્યો છે.
અજીત અગરકર સોમવારે શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ પ્રવાસમાં ભારતીય ટીમ 27 જુલાઈથી યજમાન શ્રીલંકા સામે ત્રણ ટી20 અને વનડે સીરિઝ મેચ રમશે. આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અગરકરે કહ્યું, ‘ફિટનેસ તેના (હાર્દિક) માટે પાછલા કેટલાક વર્ષોમાં એક મોટો પડકાર રહ્યો છે અને અમે ઈચ્છતા હતા કે જે ઘણી વખત ઉપલબ્ધ રહે.’ અમને લાગે છે કે તે એક સક્ષમ કેપ્ટન છે અને અમે જોઈશું કે તે આ ભૂમિકામાં કેવી રીતે ફિટ બેસે છે.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અંગે અગરકરે કહ્યું, ‘હાર્દિક જેવો સ્કિલ સેટ અને ફિટનેસવાળો ખેલાડી મેળવવો મુશ્કેલ છે. અમને થોડો વધુ સમય મળ્યો છે અને અમે કેટલીક બાબતો જોઈ શકીએ છીએ,’ અગરકરે કહ્યું, ‘અમે એવા વ્યક્તિને શોધતા હતા જે જરુર હોય ત્યારે અવેલબલ હોય. જ્યારે કેએલને હટાવવામાં આવ્યો ત્યારે હું ત્યાં નહોતો.’
અજીત અગરકરે હાર્દિક વિશે વાત કરતા એમ પણ કહ્યું કે, હજુ આગામી ટી20 વર્લ્ડ કપ માટે ઘણો સમય છે અને હાલ ખોટી ઉતાવળ કરવાની જરુર જણાતી નથી. હું સ્પષ્ટ પણે માનું છું કે તે ટીમ માટે મહત્વનો પ્લેયર છે, આ માટે તેનું પ્રદર્શન અમારા માટે વધુ મહત્વનું છે. આવામાં ફિટનેસ પણ એક જરુરી મુદ્દો છે.
શ્રીલંકા સામેની ટી20 શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે, ત્યારબાદ 28 અને 30 જુલાઈએ મેચ રમાશે. આ તમામ મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સૂર્યકુમાર યાદવ ત્રણ મેચોમાં 15 સભ્યોની ટી20 ટીમનું નેતૃત્વ કરશે. આ પછી કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં 2, 4 અને 7 ઓગસ્ટે વનડે રમાશે. ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝમાં ભારતને વર્લ્ડ કપમાં લીડ કર્યા બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્મા ODI ટીમના કેપ્ટન તરીકે કમબેક કરશે.
Comments 0