પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. ભારતે પહેલીવાર ઓલિમ્પિકમાં વર્ષ 1900માં ભાગ લીધો હતો. આ વખતે ભારત 26મી વાર ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યું છે. ભારતના કુલ 117 ખેલાડીઓને ભારતનો તિરંગો લહેરાવવાની જવાબદારી મળી છે. આ મોટી ઇવેન્ટમાં BCCIએ મોટુ એલાન કર્યું
પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થવામાં ગણતરીના દિવસો બાકી છે. ભારતે પહેલીવાર ઓલિમ્પિકમાં વર્ષ 1900માં ભાગ લીધો હતો. આ વખતે ભારત 26મી વાર ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યું છે. ભારતના કુલ 117 ખેલાડીઓને ભારતનો તિરંગો લહેરાવવાની જવાબદારી મળી છે. આ મોટી ઇવેન્ટમાં BCCIએ મોટુ એલાન કર્યું છે. BCCIએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓના સમર્થન માટે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
BCCIના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર મોટું એલાન કર્યું છે. જય શાહે ટ્વીટ કરતા જણાવ્યું કે, મને આ જાહેરાત કરતા ગર્વ થઈ રહ્યો છે કે, BCCI 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર આપણા એથલિટોનું સમર્થન કરશે. અમે અભિયાન માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યાં છીએ.
આ પહેલા બીસીસીઆઈએ વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને આવનાર ખેલાડીઓને સન્માનિક કર્યાં હતા. BCCIએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયા, સિલ્વર જીતનાર મીરાબાઈ ચાનૂ અને રવિ દહિયાને 50-50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ જીતનાર પીવી સિંધુ, લવલીના બોરોગહેન, બજરંગ પૂનિયાને 25-25 લાખ રૂપિયાનું ઇમાન આપ્યું હતુ. આ સિવાય બ્રોન્ઝ જીતનાર ભારતીય પુરુષ હોકી ટીમને 1.25 કરોડ રૂપિયા આપ્યાં હતા.
Comments 0