ભારતીય કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. તેના ચાહકો દુનિયાભરમાં હાજર છે. જ્યારે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે એક ચાહક તેને મળવા મેદાનમાં ઘુસ્યો.
ભારત સામેની મેચમાં હાર બાદ પાકિસ્તાનનો એક યુવા ખેલાડી મેદાનમાં જ રડવા લાગ્યો. રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયા સામે સ્કોરથી ખૂબ જ નજીક આવીને મેચ હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ મેદાન પર જ રડવા લાગ્યો.
T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની જીત થઈ છે અને બાંગ્લાદેશનો પરાજય થયો છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે
બાર્બાડોસથી વર્લ્ડ ચેમ્પિયન તરીકે પરત ફરેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલ પહોંચી ગયા છે.હોટલ પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓના સ્વાગત માટે પહેલાથી જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.ટીમ સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચશે
વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડેન્ટ બોક્સમાં રોહિત શર્માનો પરિવાર હાજર હતો. કેપ્ટન રોહિત શર્માએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પોતાના માતા-પિતાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન માતાએ રોહિતના કપાળ પર ચુંબન કર્યું અને તેની નજર ઉતારી હતી.
BCCIએ આ બે શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટન પસંદ કર્યા છે. T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે, જ્યારે ODI ટીમના કેપ્ટન રોહિત શર્મા હશે. પરંતુ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને આ પ્રવાસ પર રમાનારી ODI શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તેનું તાજેતરનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે છતાં તે ODI ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યો છે.
હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમનો કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો? શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત બાદથી જ તમામ ક્રિકેટ પ્રેમીઓના મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આનું કારણ જણાવ્યું છે
ટીમની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ શ્રીલંકાને મોટો ઝટકો. શ્રીલંકાના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણાતા દુષ્મંથા ચમીરા ટીમની બહાર થઈ ગયા છે. શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર ઉપુલ થરંગાએ બુધવારે આ માહિતી આપી હતી
ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ પલ્લેકલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયા આ સિરીઝ પહેલા જ જીતી ચૂકી છે, તેથી ભારતીય ટીમમાં બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને રમવાનો મોકો મળ્યો. આ મેચ ખૂબ જ રોમાંચક રહી અને મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025