ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો
ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો
ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 7 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણી જીતી લીધી હતી. વરસાદના કારણે મેચમાં ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવીને જીતી લીધો હતો. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતે શ્રેણીની જીત સાથે શરૂઆત કરી છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેણી જીતીને પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરી છે. સીરિઝની ત્રીજી અને છેલ્લી ટી20 મેચ મંગળવારે (30 જુલાઈ) પલ્લેકેલેમાં રમાશે.
ઓપનર યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલો સંજુ સેમસન પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. શુભમન ગિલની જગ્યાએ સંજુને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. શુભમન ગિલ ગળામાં ઇજા હોવાને કારણે આ મેચમાં ભાગ લઈ શક્યો ન હતો. યશસ્વીએ 30 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન સૂર્યાએ 12 બોલમાં 26 રનની ઝડપી ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યા 18 રન બનાવી અણનમ પરત ફર્યો હતો જ્યારે પંતે 2 અણનમ રન બનાવ્યા હતા.
161 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના સ્કોરમાં માત્ર 6 રન જ ઉમેરાયા હતા ત્યારે વરસાદે ફરી દસ્તક દીધી હતી. ત્યારબાદ ભારતે આ રન 3 બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. આ પછી ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો સુધારિત ટાર્ગેટ મળ્યો હતો. મેચમાં ટોસ પણ મોડેથી થયો હતો. વરસાદના કારણે આઉટફિલ્ડ ભીનું હોવાના કારણે ટોસમાં પણ વિલંબ થયો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0