વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડેન્ટ બોક્સમાં રોહિત શર્માનો પરિવાર હાજર હતો. કેપ્ટન રોહિત શર્માએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પોતાના માતા-પિતાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન માતાએ રોહિતના કપાળ પર ચુંબન કર્યું અને તેની નજર ઉતારી હતી.
વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડેન્ટ બોક્સમાં રોહિત શર્માનો પરિવાર હાજર હતો. કેપ્ટન રોહિત શર્માએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પોતાના માતા-પિતાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન માતાએ રોહિતના કપાળ પર ચુંબન કર્યું અને તેની નજર ઉતારી હતી.
વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડેન્ટ બોક્સમાં રોહિત શર્માનો પરિવાર હાજર હતો. કેપ્ટન રોહિત શર્માએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પોતાના માતા-પિતાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન માતાએ રોહિતના કપાળ પર ચુંબન કર્યું અને તેની નજર ઉતારી હતી. તેની માતાએ જણાવ્યું કે તેણે આ ક્ષણ જોવા માટે થઇને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દીધી છે. સેલ્ફી લેનારાઓની ભીડથી ઘેરાયેલા રોહિત શર્માએ તેને તેના પરિવાર સાથે એકલા છોડી દેવા માટેની વિનંતી કરી હતી. રોહિતની માતા પૂર્ણિમા માટે આ ક્ષણ હતી જે તે મિસ કરવા માંગતી ન હતી. પરિવાર આ દિવસની રાહ જોઈ રહ્યો હતો.
પૂર્ણિમા શર્માએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આ દિવસ જોઈશ. વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા તે અમને મળવા આવ્યો હતો અને કહ્યું હતું કે તે આ પછી T20I રમવાનું છોડી દેવા માંગે છે. મેં તેને કહ્યું કે જીતવાનો પ્રયાસ કરો. આજે મારી તબિયત સારી ન હતી અને ડોક્ટરની એપોઇમેન્ટ હતી, પરંતુ તેમ છતાં હું અહીંયા આવી કારણ કે હું આ દિવસ જોવા માંગતી હતી. રોહિતની માતાએ વધુમાં કહ્યું કે, હું મારી ખુશી વ્યક્ત કરી શકતી નથી. જયકારા તો જૂઓ. આ પ્રકારનું વાતાવરણ મેં પહેલાં ક્યારેય જોયું નથી. તેને જે પ્રેમ મળી રહ્યો છે તે તેની મહેનત અને સમર્પણને કારણે છે. આજે હું સૌથી વધુ ખુશ છું. હવે હું વધુ શું માંગું! આ દિવસ જીવનમાં ફરી ક્યારેય નહીં આવે. જ્યારે તે જીત્યો ત્યારે તે ભાવનાત્મક ક્ષણ હતી કારણ કે તે આ રીતે એક દિવસ રમી રહ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0