રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો દિવસે ને દિવસે થઇ રહ્યો છે . ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે 40 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકી હતી.
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો દિવસે ને દિવસે થઇ રહ્યો છે . ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે 40 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકી હતી.
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો દિવસે ને દિવસે થઇ રહ્યો છે . ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે 40 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇનું મોત થયું નથી. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર સોમાસર ગામના પાટિયા પાસે રાજકોટ-સુરેન્દ્રનગર રૂટની એસટી બસ ખાડામાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ રોડથી નીચે ખાડામાં ખાબકીને પલટી ગઇ હતી. આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી અંદાજે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
બસ પલટી જતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટયા હતાં. અને મુસાફરોની બૂમો સાંભળી આજુબાજુમાંથી લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ 108 અને પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે બે કલાકની ભારે જહેમત બાદ હાઈવે પર ટ્રાફિક પુન: કાર્યરત કરાવ્યો હતો
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0